પ્રેમનો થાળ
પ્રેમનો થાળ
પરવારી હું પ્રેમથી,
પીરસ્યો મેં તો થાળ,
ભાવ ભરી ભાણું
પીરસ્યું, આરોગોને નાથ !
મીરાની ભક્તિને,
રાધાજીનો પ્યાર.
પાંચાલીનો પ્રેમને
રૂક્ષ્મણીનો રાગ,
મારું સર્વસ્વ મેળવ્યું,
મન, હૃદય રસથાળ.
એક કણ તો ચાખો વા'લા,
કેવો લાગ્યો રસથાળ ?
