પ્રભાવ રહ્યો છે
પ્રભાવ રહ્યો છે
પુંજ પ્રકાશનો તેજ દેખાવ રહ્યો છે,
પહોંચી નીચે એનો પ્રભાવ રહ્યો છે,
યાત્રી અવકાશનો પહોંચ્યો છે માથે,
આશ્ચર્યમાં પણ ગરકાવ રહ્યો છે,
દેખાયું છે ત્યાં કૌતુક અદભૂત ભારે,
એલિયનનો પણ હાવભાવ રહ્યો છે,
પુંજ પ્રકાશીત સૂર્યનો પણ એવો જ,
કિરણનો પણ તેજ સ્વભાવ રહ્યો છે,
પહોંચે ગ્રહ ઉપર કોઈ માણસ 'દિન'
હવામાન પલટવાનો ઠરાવ રહ્યો છે.
