ઈશ્વર ક્યાં રહેતા હશે
ઈશ્વર ક્યાં રહેતા હશે
ભીંજાય આંખો યાદમાં ઈશ્વર ક્યાં મળતાં હશે,
શોધી ઊઠું મંદિરમાં ઈશ્વર ક્યાં જડતા હશે,
જાણ્યું મને મંજૂર ખુદા મોત ટાણે યાદ કર,
અંતિમ વેળા રામ મારાં નામમાં ભળતા હશે,
જાણે કરમ જીવન અમારા જાતને ઊગારશે,
દેખાડ જગમાં કેમ પ્રભુ આજ દેખાતાં હશે,
શું એ નથી હું કોણ છું બસ રોજ હું એને કહું,
મૂંઝાય મનમાં જીવ તો નિરાકરણ દેતાં હશે,
સરખામણી જો એમની ખુદા થકી મળતી રહે,
તો રોજ ઈશ્વર આંખમાં સામે મને જોતાં હશે.
