STORYMIRROR

Prof. Buddhadev

Thriller

4  

Prof. Buddhadev

Thriller

ન પૂછે !!!

ન પૂછે !!!

1 min
365


સ્વર્ગ અને નર્ક તો છે જ માત્ર માણસનો ભ્રમ,

ન પૂછે મિત્ર કે સાચુ સગપણ,આવવાનો મર્મ,


ન પૂછે શમશાન કે કબર કદી કોઈનો શું ધર્મ,

વિસરાઈ સઘળું મર્યા બાદ,ન પૂછે શું કર્યા કર્મ,


ઠોકરો બહું ખાધી,બુઝાઈ પ્યાસ જીવનની,

યાદ પળો આનંદની,ન પૂછે કયા ગયો ચાર્મ,


ખબર નહીં કયાં હશે નવી જીંદગી હવે પછી,

ન પૂછે કોઈ પાનખર પછી કેવા હશે પર્ણ,


સાચવી ઘણી માનવતાની મૂડી અત્યાર સુધી,

જાણી સત્ય,ન પૂછો કોઈ કેમ આટલો ગર્વ,


કે'છે દેવ શીખતો રહ્યો સતત પડછાયા થકી,

શીખવાનું હજું ઘણું જાણે ન પૂછે શું સ્વધર્મ !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller