STORYMIRROR

Prof. Buddhadev

Inspirational

4  

Prof. Buddhadev

Inspirational

તું મિત્ર છે

તું મિત્ર છે

1 min
774

તું મોસમનો વરસાદ છે,

સમુદ્રનો ખળભળાટ છે,

ઉંચા અંબરનો પતંગ છે

તું મિત્ર છે...


તું પ્રવાસનો વિસામો છે, 

ઉઠતા તરંગનો અહેસાસ છે,

તું ભૂતકાળનો સહવાસ છે

તું મિત્ર છે...


તું મજાની વાતોનો સંવાદ છે,

અંધકારનો ઉજાસ છે,

મધુર યાદોનો સંગાથ છે

તું મિત્ર છે...


હું ઈચ્છું ત્યારે તને બોલાવું,

ગઝલમાં તને હું ગાઉં,

હું તો મહેફિલમાં તને માણું

તું મિત્ર છે...


તું જખમોનો મરહમ છે,

જાણે અજાણે પણ છત્ર છે,

તું સર્વત્ર છે ! તું કયાં નથી !

તું મિત્ર છે...


તું સ્થળમાં છે, તું પળમાં છે,

તું અંતરમાં છે, તું સકળમાં છે,

તો પણ તું અકળ છે !

તું મિત્ર છે...


તું "દેવ"ની મુસ્કરાહટ છે,

તું સુદામાનો કૃષ્ણ છે,

તું પુરાની યાદ,પણ તાજી છે,

તું મિત્ર છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational