અબોલાનો મને લાગે ભાર
અબોલાનો મને લાગે ભાર
અબોલાનો,
મને લાગે ભાર.
પાંપણ ઉંચકો હવે,
મારા ભરથાર........,
હું,રિસાઈ ને,
નહિ જાવ પિયર.
હવે માની જાવ.
મારા ડિયર.
અબોલાનો,
મને લાગે ભાર.
પાંપણ ઉચકો હવે,
મારા ભરથાર..........,
તાજ હોટલોમાં,
જમવાની ન કરું જિદ.
પૈસા બગાડું હું, એવી હવે,
ફરિયાદ કરવી શીદ.
સમજાયું મને આવ્યા,
'મંદિ'ને 'કોરોના' બની મીત.
સમજીને સહકાર આપીશ,
હવે તમને મારા મીત.
ઘરે બનાવી રસોઈ,
પીરસશું પ્રેમથી.
પરિવાર જમે વારંવારં.
અબોલાનો,
મને લાગે ભાર.
પાંપણ ઉંચકો હવે,
મારા ભરથાર..............,
સખી માની કરો,
થોડા કાલાવાલા.
આપ્યા વચન તમને,
હવે, નહીં જાય ખાલાં.
અબોલાનો,
મને લાગે ભાર.
પાંપણ ઉચકો હવે,
મારા ભરથાર...........,
મોંઘા કપડા, કટલેરીને હાર.
નહીં માંગુ વારંવારં.
કોરોનાએ,
ઘાતકી કર્યો છે, વાર.
સમજી ને ચાલુ હું.
તમારી પાછળ ભરથાર.
સંસારમાં તમે એક,
મારા તારણહાર.
અબોલાનો,
મને લાગે ભાર.
પાંપણ ઉંચકો હવે,
મારા ભરથાર...............,
છોડાવું નોકર તમામ.
આવ્યો છે કપરો કાળ,
બચાવું હું, બેલેન્સ ને બાળ.
રિઝવું તમને,
ફેલાવી મારા સુંદર વાળ.
નવરાશની પળમાં.
નાખે નહીં કોઈ જાળ.
રખોપું કરું હું,
તમારું મારા ભરથાર...........,
અબોલાનો,
મને લાગે ભાર.
પાંપણ ઉંચકો હવે,
મારા ભરથાર.
