કામિની
કામિની
આખરે એ સત્ય પણ સમજાય છે,
છે અલગ તે, ને અલગ દેખાય છે,
રાહ જોતી હોય એવી કામિની,
આંખમાં વસવાટનું મન થાય છે,
છોકરો છે તું ખરેખર ભોળિયો,
આખે આખો હાથ ક્યાં પકડાય છે,
વાત સૌએ, જાણવી આ જોઈએ,
જંગ અમથી વાતમાં સરજાય છે,
છો હૃદય ચૂમ્યાં કરે આઠે પ્રહર,
આંખમાં જો ત્યાં અમી છલકાય છે.
