STORYMIRROR

Raj Nakum ( ઘાયલ )

Others Romance

0.6  

Raj Nakum ( ઘાયલ )

Others Romance

પહેલા વરસાદ જેવી તું

પહેલા વરસાદ જેવી તું

1 min
29.1K


આ પહેલા વરસાદ જેવી છે તું,

પહેલા ધીમે ધીમે વરસે

એવું લાગે કે બસ હમણાં જ,

બંધ થઈ જવો જોઇએ

ત્યાં તો અચાનક મુશળધાર વરસે,


પુરે પુરા ભીંજવી નાખે,

શું તને યાદ છે તું પણ,

આમ જ વરસી હતી

મને તો આશા પણ ન હતી,

કે તું પ્રેમ નો વરસાદ

મારા પર આટલો વરસાવીશ


પણ હું ભૂલી જ ગયો કે,

જ્યારે ખૂબ વરસાદ પડે ને,

ત્યારે આપણને સામેનું,

બધું જ ઝાખું દેખાવા લાગે


અને એવું જ થયું ને,

તારા આ વરસાદ માં અમે,

એવા ભીંજાયા ને કે આગળનું,

કંઈ પણ જોય ન શક્યો.


જો શરૂઆત જ આવી મૂશળધાર હોય,

તો કોઈને પણ એમ લાગે કે,

બસ હવે તો વરસ્યા જ કરશે,

અને રોજ ભીંજાવા મળશે,

પણ કહેવાય નહીં કે,


વધુ આશા સદા નિરાશા,

એ પછી ભલે ને,

વરસાદથી હોય કે પ્રેમથી

પહેલા વરસાદ ની જેમ વરસી પણ ગઈ,


અને ચાલી પણ ગઈ

પહેલા વરસાદ જેવી છે તું,

હવે તો જ્યારે જ્યારે વરસે ને,

ત્યારે તારી યાદો મને ભીંજવી જાય છે.



Rate this content
Log in