જાત સળગાવી શકું
જાત સળગાવી શકું
પ્રેમમાં ના હું નફો લાવી શકું,
પ્રેમમાં સટ્ટો ન સર્જાવી શકું.
માનવીમાં માણસાઈ હોય તો,
માનવી સાચે અહીં લાવી શકું.
લોક કાઢી મૂકતાં સૌ દર્દને,
તો પછી હું કેમ ઠુકરાવી શકું.
મોતની કૈ બીક મારે તો નથી,
દેવહુમા છું જાત સળગાવી શકું.
કર્મ મારાં દર્દ મારાં છે બધાં,
અસ્થિ ક્યાં છે કે એ પધરાવી શકું.
તું ડરાવે જો મને અંધારથી,
તોય આખી જાત પ્રગટાવી શકું.
દર્દ તો કાઠું કડવું હોતું નથી,
માનવી થાઉં તો અપનાવી શકું.
ગાલગાગા ગાલગાગા ગાલગા