STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

ઓગળ્યા કરે.

ઓગળ્યા કરે.

1 min
431

વગર વરસાદે તું મારા મનને ભીંજવ્યા કરે.

ના હોઉં રુબરુ તોયે યાદ ને વાગોળ્યા કરે.


આમ તો મોસમ છે વરસવાની આકાશની,

અસ્તિત્વ તારું મારામાં બસ ઓગળ્યા કરે.


નથી મળ્યાં રુબરુ તેથી શું થયું, શક્ય છે,

નીરખી તું આયનામાં જાતને મરક્યા કરે.


અથથી ઈતિ સુધીની વાત છે બંધન તણી, 

સમય પણ વહેતોને તું રેતમાં સરક્યા કરે.


વાત છે યાદની અડીખમ આવી ઊભી રહી,

થૈને શુકન મુજ દેહમાં દક્ષિણે ફરક્યા કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance