શી જરૂર ?
શી જરૂર ?
અમોને અવગણવાનો રસ્તો તો સાવ સીધો છે,
એમાં ચહેરાંના વમળોથી ડૂબાડવાની શી જરૂર ?
ભૂલી જવાય નહી એવી વાતોને હું ભૂલવા તૈયાર,
હવે ભૂલાય નહી એવી યાદો ફરી દેવાની શી જરૂર ?
તમે મને જીંદગીના સાવ વહાલા રંગ બતાવ્યા છે,
રંગાયેલાને ફરી પાછો રંગવિહીન કરવાની શી જરૂર ?
હું કેવો પામર અને અટવાયેલો હતો જીંદગીમાં,
એમ સમયનાં તણખલે પ્રેમ પમાડવાની શી જરૂર ?
ને અચરજ એ પણ નથી કે તમે છોડીને જાવ છો,
પણ જતી નજરને તમારી, આંસુ પાડવાની શી જરૂર ?

