હું નથી કેવળ કવિતા
હું નથી કેવળ કવિતા
પ્રેમમાં પાગલ બનાવી, જાવ કાં આઘા તમે ?
આંખમાં શમણાં સજાવી, જાવ કાં આઘા તમે ?
હું નથી કેવળ કવિતા, છું હકીકત આજની,
આરઝુ ઉરમાં જગાવી, જાવ કાં આઘા તમે ?
વારતા મારી અને તારી, જમાનો જાણતો,
ડંખ દેશે સૌ મલાવી, જાવ કાં આઘા તમે ?
જે અમલ વાતો મહીં ઘોળ્યો હતો, એ ક્યાં ગયો ?
દવ વિરહનો દિલ લગાવી, જાવ કાં આઘા તમે ?
ખૂબ બણગા ફૂંકતો 'શ્રી', પ્રેમ છે પાવક કહીં,
પ્રીતનું આ છળ રચાવી, જાવ કાં આઘા તમે ?

