Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jay D Dixit

Inspirational

4.6  

Jay D Dixit

Inspirational

સંવેદનાઓનો સરવાળો

સંવેદનાઓનો સરવાળો

1 min
191


સ્પર્શ ન હોય તો પણ સ્પર્શી શકો,

સ્મરણમાં પણ જેને જોઈ હર્ષિ શકો,

સાવ ખાલીખમ હોય અંતરના ઓરડા,

ને છતાં લાગણીઓ ખર્ચી શકો,

એ સ્ત્રી.


અસ્તિત્વ જેના થકી અવતાર્યું આયખું

શૈશવ જેના થકી મસ્ત મજાનું ચાખ્યું

યુવાનીની સાક્ષી જેના થકી થઈ શકે,

ને પુખ્તતા એ સાથ એનો પારખી શકો,

એ સ્ત્રી.


કાળી, ચંડીકા, કામક્ષી, કોમલિકા,

ને ક્યારેક આનંદી, દુર્ગા, અંબિકા,

છે જેટલી સંવેદનાઓ આ ભવમાં,

એનો સરવાળો ન એને તારવી શકે,

એ સ્ત્રી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational