"હું મોટો થઈ ગયો"
"હું મોટો થઈ ગયો"
ગોદ મળી મને માની,
ખુદા હું ખુશનસીબ થઈ ગયો,
માના આંચલમાં રમી,
હું મોટો થઈ ગયો.
ખાધાં બહારના ખાણા ખૂબ જ,
જ્યારે ખાધી માના હાથની રોટલી,
હું ખૂબ જ તૃપ્ત થઈ ગયો,
હું મોટો થઈ ગયો...
માનો ઠપકો ખૂબ જ મળતો,
જ્યારે હું સમજાવવા છતા સમજતો નહિ,
માંનો એ એક "ઈશારો" સમજાવી જતો અને
હું મોટો થઈ ગયો...
મા કહેતી તું સુધરી જા,
કોઈ બીજાના વિશ્વાસે રહેતો ના,
માના વિશ્વાસનો એ હાથ ઝાલી,
હું મોટો થઈ ગયો...
માની મમતા ખૂબ જ મળી,
માને મારી ખૂબ જ ચિંતા હતી,
એ ચિંતાઓ દુર થઈ જ્યારે,
હું મોટો થઈ ગયો...
માને કહ્યું હવે આરામ કર,
મારી બધી જ હવે છોડ ફિકર,
તારી હવે મને છે ચિંતા કેમકે,
હું મોટો થઈ ગયો...
માનુ એવું અસ્તિત્વ મળ્યું,
ખુદા હું મારી જીંદગી જીવી ગયો,
માના જ આશ્વાસન થકી
હું મોટો થઈ ગયો...
