STORYMIRROR

Sanket Vyas Sk

Inspirational

4  

Sanket Vyas Sk

Inspirational

પ્રાર્થના

પ્રાર્થના

1 min
417

હે ભગવાન..... 


આરામ એટલો જ આપજે પ્રભુ,

         જેટલા થી આખીય જીંદગી નીકળી જાય...


ઔકાત બસ એટલી જ આપજે જેથી

          બીજાઓનું ભલુ થઈ જાય...


સંબંધોમાં ઊંડાણ એટલું રાખજે

          જે બસ પ્રેમથી સચવાઈ જાય... 


આંખોમાં શરમ એટલી આપજે કે

           મારાથી મોટાઓનું માન જળવાય... 


શ્વાસ ખોળીયામાં રાખજે એટલો કે,

           કંઈક સારૂ કામ કરી જાઉં...


વધેલી ઉંમર બધી લઈ લે જે જેથી

          બીજાઓ ઉપર ના હું બોજ બની જાઉં...


બધાના દિલમાં એવો ભાવ રાખજે

          એ બીજાને સહેજ પણ દુઃખી ના કરી જાય... 


દિમાગમાં એવો ભાવ પણ આપજે

         જેથી કોઈની ના કદી લુંટ કરી જાય... 


બસ આટલું જ આપજે હે પ્રભુ 

     જ્યારે પણ હું કોઈને બોજારૂપ બનું

          જીંદગી મારી પૂરી થઈ જાય...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational