STORYMIRROR

Manoj Joshi

Inspirational

4  

Manoj Joshi

Inspirational

નારી નારાયણી

નારી નારાયણી

1 min
216

અવગણશો ના મુજને, હું યે ઇશ્વર કેરૂં સર્જન છું,

માતા- પત્ની- બેટી રૂપે સૃષ્ટિનું અવલંબન છું.


નારી છું, નારાયણને મારી કૂખે પ્રકટાવું છું ! 

 જગદંબા થઇ જગમાં અજવાળું પ્રસરાવું છું.


અર્ધાંગિની બનું, સ્વયમ્ ના વજુદને ઓગાળીને ! 

નરને ઉજળો કરી બતાવું, ખૂદની જાત પીગાળીને !


દિકરી થઇ દિવડાં પેટાવી, બબ્બે ઘર ઉજમાળું છું

બન્ને ઘરનાં ગણે પારકી, પોતાની થઇ પાળું છું !


નરસમોવડી બનવાને મજબુર કરો ના નારીને,

મારાથી સંસાર સજાવો સન્માને સ્વીકારીને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational