નદીનું નિવેદન
નદીનું નિવેદન
પર્વતમાંથી પ્રકટી,
મારગ પથ્થર વચ્ચે કરતી રહેતી,
અવરોધોને ઓળંગીને,
તૃપ્તિ જગને દેતી રહેતી.
વાંકા ચૂંકા મારગ વટતી,
સંગી સાથી છોડી આવું,
જગ મંગલને કાજ,
સદાયે સામેથી હું દોડી આવું.
જ્યાં લગ જીવું જીવન,
સહુને દેતી રહેતી,
પર્વતમાંથી પ્રકટી,
મારગ પથ્થર વચ્ચે કરતી રહેતી.
માતા કહીને બાળક મારા,
મુજને બાંધી દેતા
વિકાસ કહીને વિનાશ કેરી,
આફત- આંધી સહેતા.
માનવનો ઉત્પાત,
બધો યે સહેતી રહેતી
પર્વતમાંથી પ્રગટી,
મારગ પથ્થર વચ્ચે કરતી રહેતી
