પ્રેમપિયાલો
પ્રેમપિયાલો
1 min
186
પ્રેમપિયાલો પાયો સદગુરુ પ્રેમપિયાલો પાયો,
સકલ મરમ સમજાયો સદગુરુ પ્રેમપિયાલો પાયો,
છળ પ્રપંચ તનવલાં કીધાં મિથ્યાભ્રમમાં રાચ્યો,
નીજ સુખ કાજે સહુને ઠગિયા જીતના વ્હેમમાં નાચ્યો,
કામ ક્રોધ મદ મોહથી મુજને કૃપા કરીને ઉગાર્યો,
સદગુરુ પ્રેમપિયાલો પાયો,
આજ લગી અબુધ બનીને કુપાતરને જાચ્યો,
કુસંગે સનમારગ ભૂલ્યો મદિરાપાને નાચ્યો,
હેતુ વિનાનું હેત વહાવી સ્વરૂપ જ્ઞાનકરાયો,
સદગુરુ પ્રેમપિયાલો પાયો.
