STORYMIRROR

Manoj Joshi

Drama

3  

Manoj Joshi

Drama

સદગુરુ શરણ

સદગુરુ શરણ

1 min
104

શ્વાસે શ્વાસે સ્મરણ હરિનું

રામ રટણ છે રોમે

મનવા સદગુરુ શરણ ગ્રહી લે


જ્યાં ત્યાં જે તે પીધું મનવા

ભાન ભૂલી બહુ નાચ્યો

માનવતાનો માર્ગ ચૂક્યો

મિથ્યા ભ્રમમાં રાચ્યો

સત્સંગને જો પામ્યો છે તો

ભરભર પ્યાલા પી લે

શ્વાસે જેના રામ સ્મરણ એ

સદગુરુ સંગ રહી લે

મનવા સદગુરુ શરણ ગ્રહી લે


મીન પીવે જો સ્વાતિબુન્દ તો

અમૂલખ મોતી પામે

પ્રેમ સુધારસ સદા પીવાનું

ટાણું આપ્યું રામે

ભવભવની તારી તરસ્યું ટળશે

કેવળ નામ જપી લે

શ્વાસે રામ રટણ છે એવા

સદગુરુ વચન ચહી લે

મનવા સદગુરુ શરણ ગ્રહી લે


છળ્યું જગત, દાખી હોશિયારી

 માન્યું જીત્યો બાજી

પામ્યો ચપટીક ખોયું અઢળક

 વાત પછી સમજાણી

કૂડ-કપટ સઘળાં ત્યાગીને

સાધુ સંગ રહી લે

શ્વાસે શ્વાસે સ્મરણ હરિનું

રામ રટણ છે રોમે

મનવા સદગુરુ શરણ ગ્રહી લે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama