દ્રષ્ટિપાત
દ્રષ્ટિપાત
નજરથી નજરને કશીક વાત થઇ ગઇ
પળ તે જીવનભરની સૌગાત થઇ ગઇ
નથી શબ્દ એનો અનુભવ વરણવા
પ્રકટ થઇ ઉષાને પુરી રાત થ ઇગઇ
છબિ ને તમારી વિસરવાને કાજે
મીંચી આંખ ત્યાંતે હ્રદય સાત થઇ ગઇ
નિરખતો તમો ને સુધા પાન પામું
નજર ફેરવી ત્યાં વજ્જર ઘાત થઇ ગઇ
હતું કૈંક એવું જે બાવનથી પરછે
વાણી બધી ફૂલની જાત થઇ ગઇ
