આવી તારી યાદ ને
આવી તારી યાદ ને


આવી તારી યાદ ને સૂર રેલાયા હર ધડકને,
વાયુ વાટે વહેતો થયો ખુશ્બૂ ભરીને ચંદને,
આવી તારી યાદને સૂર રેલાયા હર ધડકને,
નયન સુખ જે પળ સપનામાં ભાળે,
મ્હેંદી રચાય તે પળ મોસમની પાળે,
તું શોભી રહી ત્યાં એક દુલ્હન જાણે,
આવી તારી યાદને સૂર રેલાયા હર ધડકને,
રાતભર જાગતો હું તારાને ગણતો,
તારા પગલાંનો હું ધ્વનિ સાંભળતો,
લાગે મને પ્રત્યેક તારો તારો આયનો,
આવી તારી યાદને સૂર રેલાયા હર ધડકને,
પળે પળે હું મને મનથી ઢંઢોળતો,
જેની ધૂનમાં ડૂબ્યો તેને ઝંઝોળતો,
ભરી દઉં પાલવ તારો ફૂલે મહેકતો,
આવી તારી યાદને સૂર રેલાયા હર ધડકને,
આવી તારી યાદને સૂર રેલાયા હર ધડકને,
વાયુ વાટે વહેતો થયો ખુશ્બૂ ભરીને ચંદને.