પુનઃમિલન
પુનઃમિલન
તારાથી વિખુટા પડીને હું નિરાશ થયો છું,
આજે સામે જોઈને હું આશ્ચર્ય પામ્યો છું,
તારા નયનોમાં મારી તસ્વીર નિહાળીને,
હું મારા દિલથી અતિ આનંદિત બન્યો છું.
આજ હું દિલનું મૈખાનું ખોલી રહ્યો છું,
જામની પ્યારી તારા હાથે હું પી રહ્યો છું,
તારા પ્રત્યેની નફરતની આગ શાંત કરીને,
તને હું પ્રેમની દુનિયામાં આવકારી રહ્યો છું.
મને છોડી જવાનું કારણ હું ભૂલી રહ્યો છું,
મારા દિલમાં તને પ્રેમથી હું વસાવી રહ્યો છું,
તારા વિરહની સઘળી આગને શાંત કરીને,
"મુરલી" માં હું પ્રેમનો આલાપ છેડી રહ્યો છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

