Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Drama

4  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

ચાલ મેળાની મજા માણશું

ચાલ મેળાની મજા માણશું

1 min
363


ચાલ આજે મળશું, એકબીજાના સંગાથે મેળામાં મહાલશું,

હૈયાની વાતોની આપ લે કરશું, હાથમાં હાથ લઈ ચાલશું,


ચાલ મળીએ આજે પ્રકૃતિના સુંદર સાનિધ્યમાં,

આ કુદરતના સાનિધ્યમાં કુદરતના રંગોને આપણે માણશું,


જોઈ લઈએ આપણે જીવનના સપનાં સાથે મળી,

આ હૈયાના ઓરડાને પ્રેમની વાતોથી આપણે સજાવશું,


ચાલ મળીએ પેલી કોયલને આપણે ગીત મધુરા શીખવા,

સાથે મળીને આપણે પણ જીવનના ગીતો ગાઈશું,


આ દરિયાની રેત પર ચાલ ઘર એક સુંદર બનાવીએ,

એ ઘરમાં બંને સાથે મળી પગલાં આપણે પાડશું,


ચાલ સાથે મળી આ શમણાંઓ સજાવીએ,

આ શમણાંઓમાં સાથે મળીને રંગ આપણે ભરશું,


તારા હૈયે પ્રીત એ જ મારી મોટી જીત છે,

સાથે મળી આ જીતનો જશ્ન મનાવશું,


મળ્યું છે આ ઈશ્વરના આશીર્વાદ થકી આ જીવન,

ચાલ સાથે મળી ઈશ્વરનો આભાર આપણે માનશું,


ચાલ સાથે મળી મેળાની મજા માણશું,

એકબીજાને નજદીકથી આપણે જાણશું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama