અનાવશ્યક
અનાવશ્યક
ઘણા અંશે મહત્તમ વિશેષતાઓ
મોબાઇલની, અનાવશ્યક,
ગતિ વિશેષ મોટરકારની કિંમત ઊંચી
પણ ગતિ, અનાવશ્યક,
મહેલ જેટલું મોટું વિલા કરોડોનું, કરોડો
ને રહેવા, અનાવશ્યક,
ગારમેન્ટ સ્ટોરથી વધારે વસ્ત્રોની
અલમારીઓ, અનાવશ્યક,
જૂતાં જાણે ઘરમાં દુકાન છતાં ચાલે
ચપ્પલ બધાં, અનાવશ્યક,
લગ્નસમારંભમાં દેખાડો વાનગીઓનો
અગણિત, અનાવશ્યક,
૫૦૦ની શાંત ને ૫ લાખની 'રાડો'
સમય એ જ, અનાવશ્યક,
અરબો-ખરબોની કમાણી ના વપરાણી
સ્વ સાટું, અનાવશ્યક,
મહત્તમ ગુણો બિનઉપયોગી બનાવે
થોડાં દુર્ગુણ, અનાવશ્યક.
