STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમ માટે કાબિલ

પ્રેમ માટે કાબિલ

1 min
378

નિરખું છું તારી સુંદર સૂરતને,

અનુભવું છું તારૂં પ્રેમભર્યું દિલ,

આખી દુનિયામાં હું શોધું તો પણ,

મુજને મળતું નથી તારા જેવું દિલ,


નજરથી નજર હું હંમેશા મેળવું છું

નજરોના જામના ઘુંટડા હું પીવું છું

મદહોશ બની હું મસ્તીથી મ્હાલું છું 

તુજ સંગે હું મધુર મિલન માણું છું, 


નિરખું છું હું તારા મધુર સ્મિતને,

સાંભળું છું હું પંચમનો તારો સૂર,

સૂર શબ્દોની મહેફિલ માણું તો પણ,

મુજને સંભળાતો નથી તારા જેવો સૂર, 


તુજને હું સુંદરતાની દેવી માનું છું, 

તારા માટે પ્રેમનું હું મંદિર બનાવું છું, 

ધૂપદીપથી હું તારી આરતી ઉતારૂ છું

જીવનભર હું પ્રેમની આરાધના કરૂં છું, 


નિરખું છું હું તારી પ્રેમની જ્યોતિને,

પ્રેમની જ્યોતમાં ચમકે છે મારૂં દિલ,

અન્યના સ્વપ્નો હું જોઉં તો પણ "મુરલી",

મારા પ્રેમ માટે તું જ લાગે છે કાબિલ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama