હનુમાનજી
હનુમાનજી
યુગોથી ધરતા ધ્યાન રામનું આ મહાબલી હનુમાન,
ભીતર બિરાજે રામ સાક્ષાત રામભક્ત હનુમાન,
દ્વાપરયુગે રામ પધાર્યા
પાય લાગે પ્રભુને હનુમાન,
વર્ષોથી તરસી આંખોમાં
ઉમટ્યા અખૂટ સ્નેહભાવ,
રામકાજ પોતાનું માની
લંકા ગયા પવનવેગે હનુમાન,
મળ્યા સીતા ને માતા માની અશોકવાટિકા જલાવી
આવ્યા હનુમાન,
ઘાયલ યુદ્ધમાં લક્ષ્મણ
થયા તો જડીબુટી શોધવા જાય,
પરખ ન થતાં સાચી પહાડ આખો ઉંયકી લાવ્યાં હનુમાન,
રામ નામની એક જ તાકતે
પૂજાય જગમાં બજરંગી,
ભાવે નમું હું સદા રામભક્ત
અમર છે બિરાજો હૃદયે હનુમાન.