STORYMIRROR

Manoj Joshi

Romance

4  

Manoj Joshi

Romance

ઇન્તજારમાં રહું છું

ઇન્તજારમાં રહું છું

1 min
375

ઇન્તજારમાં ય રહું છું ઠાઠ-માઠમાં,

તું આવશે બસ આવશે એ આશમાં,

લાવ તારો હાથ મારા હાથમાં, 

પંથ ટૂંકો થઇ જશે પ્રવાસમાં.


 

એમ ક્યાંથી સૂર્યને પામી શકે ? 

બંધ રાખે આંખ જો અજવાસમાં !

દ્વાર ખુલ્લા રાખીને બેસી રહ્યો, 

આવશે તું કોક 'દિ આવાસમાં.

 

જો હશે તું કાયમી સંગાથમાં, 

લક્ષ્યને પામી જશું ઉલ્લાસમાં,

 આવ, છે મોકો- લઇલે બાથમાં, 

પૂર્ણ થાશે સ્વપ્ન સૌ સહવાસમાં.

 

રામ સીતા જો રહેશે સાથમાં

તો જ સર્જાશે ભવન વનવાસમાં,

ઇન્તજારમાં ય રહું છું ઠાઠ-માઠમાં,

તું આવશે બસ આવશે એ આશમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance