STORYMIRROR

bhavesh parmar

Drama Inspirational

4  

bhavesh parmar

Drama Inspirational

ભૂગોળ સમજાતું નથી

ભૂગોળ સમજાતું નથી

1 min
297

ધરી પર પૃથ્વી 23,5 ડિગ્રી નમેલી છે કે

માણસની વાતો ગોળ છે સમજાતું નથી,


અક્ષાંસોનો તો આડી રેખાથી ખ્યાલ આવે,

માણસ રેખાંશ જેમ સીધો સમજાતો નથી,


છે દ્વીપકલ્પમાં ફરતે પાણીને જમીન કોરી,

ને નાની વાતે માણસ ભીંજાય સમજાતું નથી,


કેટલાક લોકો હોય છે સામુદ્રધુની જેવા

જે બે અલગ દિલને જળવિસ્તાર જેમ જોડે,


ભાવેશ બે પર્વત વચ્ચે પ્રેમની ખીણ જાણે બધા,

છતાં કેમ માણસ તેમાં પડે સમજાતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama