STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

4  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

મને ગમે છે

મને ગમે છે

1 min
320

માસૂમિયત ભરેલો તારો આ ચહેરો મને ગમે છે,

એટલે જ તારી નજર પડતાં પાંપણો મારી નમે છે,


પ્રેમમાં હોય છે કેવું અજબ આકર્ષણ !

જોને એટલે જ આ ભમરા ફૂલની આસપાસ ભમે છે,


આ સૂરજને સૂરજમુખીની યાદ આવતી હશે !

એટલે જ વાદળો સાથે સંતાકૂકડી એ રમે છે,


દિવસ આખો રખડપટ્ટી કરતા સૂરજને સંધ્યા પોકારતી હશે !

એટલેજ કદાચ વાદળોની ગોદમાં એ આથમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama