STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

4  

Kiran piyush shah "kajal"

Drama

એટલે ખટકું છું

એટલે ખટકું છું

1 min
397

સીધે સીધું માગું છું એટલે ખટકું છું

ના બોલીને આપું છું એટલે ખટકું છું,


માંગે એ આપું તો પણ ત્યાં અધૂરું લાગે,

પાછો એને ચાહું છું એટલે ખટકું છું,


હા ને ના માં જીવન પુરું અહીંયા થાશે,

ધારી લીધું માનું છું એટલે ખટકું છું,


ભૂલાયેલી જૂની યાદો ફરિયાદો ને

સાથે સાથે ચાલું છું એટલે ખટકું છું,


વાળી ચોળી સાથે દીધું નથી સાથે ત્યાં,

મારું માની વારું છું એટલે ખટકું છું,


ઉછીનું આપ્યું પણ, લીધું નથી માંગીને,

સાચે સાચું પાળું છું એટલે ખટકું છું,


 સૌને પોતીકા માની પારકાં માટે પણ,

 મારું હૈયું બાળું છું એટલે ખટકું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Drama