STORYMIRROR

Dr.Milind Tapodhan

Inspirational

4  

Dr.Milind Tapodhan

Inspirational

લગ્ન એટલે

લગ્ન એટલે

1 min
575

લગ્ન એટલે લાગણી વિનાની

ઠંડી દુનિયામાં એકબીજાની હૂંફ,


લગ્ન એટલે દાઝેલા મન પર,

મદદપૂર્વક મરાતી નાજૂક હળવી ફૂંક,


લગ્ન એટલે શબ્દો નહીં,

પણ મૌનનો સફળ વાર્તાલાપ,


લગ્ન એટલે બે હૃદય વચ્ચે,

રચાતો ધબકારાંનો સૂરાલાપ,


લગ્ન એટલે જીવનની નાની

નાની જોડણીનો શબ્દકોશ,


લગ્ન એટલે બે આત્મા નહીં,

પણ બ્રહ્માંડોનાં મિલનનો ઘોષ,


લગ્ન એટલે બસ સતત ચાલતાં રહેવું,

લગ્ન એટલે એકબીજાને સાંભળતા રહેવું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational