જીંદગીની રાહ
જીંદગીની રાહ
નવી ચેતના, નવું જોમ, નવું સાહસ મળ્યું આજ;
આજથી મને મારી ચાહ મળી ગઈ !
હા, મને જીંદગીની રાહ મળી ગઈ!
લાગણી-સિતાર બની,સૃષ્ટિને માણ્યું કાવ્ય થકી !
અંધકારમાં મળ્યું આશ કિરણ તેના ગાવ્ય થકી !
હા, મને જીંદગીની રાહ મળી ગઈ!
રે મીરાં! મેં પણ જીંદગીના ઝેર પીધાં જાણી જાણી !
કપરાં સંજોગોમાં ખુદ સંગે, પ્રભુપ્રેમની મેં તો કરી લ્હાણી!
હા, મને જીંદગીની રાહ મળી ગઈ!
રે કૃષ્ણ! તારા કારણે ન પડે અન્યને સહેવું !
ને બન્યો રણછોડ, વિકાસાર્થે મંજુર એજ લાગણીમાં વહેવું!
હ
ા, મને જીંદગીની રાહ મળી ગઈ!
જીંદગીમાં મળ્યા, રુઝાયેલા ઝખમ પર ઘાવ દેનારાય લોકો!
જીવનપથ પર થયા કોઈક પોતાના, મળ્યો મૂજને પણ મોકો!
હા, મને જીંદગીની રાહ મળી ગઈ!
રાખીશ હું સંગમ શારદા ને શ્રીનો નિત્ય જીંદગીમાં !
એવું સ્મિતમય પુષ્પ ધરીશ માધવના મધુવનમાં !
હા, મને જીંદગીની રાહ મળી ગઈ!
જોઈ મેં રાહ ઘણી, થશે ક્યારે મારું સ્વપ્ન સાકાર!
અવિરત ઝઝૂમ્યા કર્યુ મેં ને,
મળ્યો "સ્વપ્નીલ"ને આજ આકાર !
હા, મને જીંદગીની રાહ મળી ગઈ!
હા...હા...મને મારી ચાહ મળી ગઈ!