STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

મા તારી મમતાઈ

મા તારી મમતાઈ

1 min
185

હાથ ફરે મા હેતે શીરે

પામું સકળ સુખવાઈ

ખોળે રમવું તારા મા એ

જાણે વૈકુંઠી ઠકુરાઈ


વ્હાલ તમારા મા લાખેણા

સાચી પ્રેમ સગાઈ

ઘડી તને મા; દે વિધાતા

સ્વર્ગ તણી હરખાઈ


સૂરજ– સોમ શાખડે ઝૂલે

મા તારી મમતાઈ

આંખલડી મા તારી જાણે

ગંગાની નીતરાઈ


દે હોઠો આશિષ મા જ્યારે

દૂર રહે વિકટાઈ

જગ શીરેથી ના ઉતરે એ..

મા તારી ઋણ ઉતરાઈ(૨)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational