STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

નાનકડી આ જીંદગી

નાનકડી આ જીંદગી

1 min
390

ખોટી ચર્ચા કરીને વાતને વધારે હવે લંબાવ ના.

નારાજગીના જૂના કિસ્સા ફરી ફરી સંભળાવ ના.


દોષ તારો હતો કે મારો છોડી દે એ બધી ઝંઝટ,

આખરી ફેંસલો છે આ હવે એને બદલાવ ના.


વિશ્વાસથી જ ચાલે છે બધે સઘળાં વ્યવહારો,

અવળે રસ્તે વિચોરોને હવે જરાયે ભટકાવ ના.


નાનકડી આ જીંદગી ચાલ મોજથી જીવી લઇએ,

જુદાઇની વાત કરી શ્વાસને અધ્ધર તું લટકાવ ના.


યાદ કર વચન જે લીધા'તા અગ્નિની સાક્ષીએ.

મનને હવે ખરી-ખોટી વાતોમાં તું અટકાવ ના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational