Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Sheetal Bhatiya

Inspirational


5.0  

Sheetal Bhatiya

Inspirational


લગ્ન બંધને

લગ્ન બંધને

1 min 437 1 min 437

પ્રેમ કર્યો દિલોજાનથી ચાહીને સતત તને !

ચાલ, એક બંધન મજાનું આપી દઉં મને !

                      લગ્ન બંધને......


તું જેમ છે એમ જ તને સ્વીકારી લઉં !

'તું મને કબૂલ ને હું તને કબૂલ' કહી દઉં!

                     લગ્ન બંધને......


પુરુષના કર્તૃત્વ ને સ્ત્રીના સમર્પણનું છે આ મિલન!

આત્મસમર્પણ, આકાંક્ષા, સન્માન, પ્રેમનો આવકાર આજીવન!

                     લગ્ન બંધને.........


અતૂટ ઐક્ય, વિશ્વાસ, આનંદ, શાશ્વતતાનું છે જતન !

છલકાતો પ્રેમળ સંવાદિતોનો જ મધુરો ધન પ્રેમ રતન!

                    લગ્ન બંધને.........


સ્ત્રી બને ગૃહ સામ્રાજ્ઞી ને પુરુષને જડે સ્વર્ગ !

મન-તન-વાણીથી ઐક્ય સધાય એવો છે આ તર્ક! 

                    લગ્ન બંધને........


થતાં રહે સાકાર સ્વપ્ન એકમેકના સથવારે એ ખિલંતું જીવન!

સાત વચને બંધન ભલે, સાથ સમભાવે બંધાવાનો જ છે કવન!

                   લગ્ન બંધને.......


પ્રેમ કર્યો અનહદ ચાહીને સતત તને !

ચાલ, એક બંધન મજાનું આપી દઉં મને !

                  લગ્ન બંધને........


Rate this content
Log in

More gujarati poem from Sheetal Bhatiya

Similar gujarati poem from Inspirational