બાળકને જાણજો
બાળકને જાણજો
આશાને લગામ બાંધજો,
સંતાન છે તમારા જાણજો.
શમણાંની પણ હદ હોય છે,
હકીકત જરા ! તપાસજો.
હરીફાઈનો આ કોઇ ઘોડો નથી,
ચાબુક મનને ફટકારજો.
માવતર છો, ચોક્કસ છે જાણ,
આ બાળકને બાળક જાણજો.
ભાર તળે દબાઈ જાય ગમતું,
એ પહેલાં હળવી ક્ષણ જરા આપજો.
આ જીંદગી છે મોટી પરીક્ષ "નીલ",
આ ઝીણી ઝીણીનો ડર ન આપશો.