STORYMIRROR

Sapana Vijapura

Inspirational

4  

Sapana Vijapura

Inspirational

આશા રાખમાં

આશા રાખમાં

1 min
268

નદી સૂકી સટ છે જળની તું આશા રાખ મા,

ને બાવળની કને ફળની તું આશા રાખ મા,


સમય વીતી ગયો પાછો કદી આવે નહીં,

ફરી એ પ્રેમનાં પળની તું આશા રાખ મા,


હરણ માફક તું મૃગજળની તરફ ના દોડતો,

મળે ના રણ મહી જળની તું આશા રાખ મા,


હદયને ક્રૂરતાથી ચોટ મારી છે તમે,

છે મુર્છામા હજું કળની તું આશા રાખ મા,


અચલ પર્વત ખસી ગ્યા વાત એ તું માનજે,

મનુજ બદલાય એ પળની તું આશા રાખ મા,


પડી ગઈ છે અહીં સંબંધમાં ગાંઠો ઘણી,

ઘડીમાં છૂટશે વળની તું આશા રાખ મા,


છે સિક્કા સ્નેહનાં, એને કહો રાખું હું ક્યાં,

એ બરણી છે વગર તળની તું આશા રાખ મા,


કદી પાછાં નહીં આવે જે ગયા દુનિયા તજી,

ઊઠી ગ્યાં એમના અંજળ તું આશા રાખ મા,


પ્રકૃતિ છે મૌન  ને પંખી નથી ગાતા પ્રભાત,

ના 'સપના'કોઇ સળવળની તું આશા રાખ મા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational