STORYMIRROR

Kaushik Dave

Tragedy

4  

Kaushik Dave

Tragedy

પેટ કરાવે વેઠ

પેટ કરાવે વેઠ

1 min
250

કેવા કેવા ભેદ જગતમાં,

કેવા કેવા ભેદ,


કોઈ હોય ધનવાન,

ને કોઈ હોય નિર્ધન,


ધનવાનનો વૈભવ એવો,

નીત નવા કરે શોખ,


નિર્ધન બિચારો ઠેબા ખાય,

મળે રોટીનો એક ટૂકડો,


કેવા કેવા ભેદ જગતમાં,

કેવા કેવા ભેદ,


કોઈ ને મળે પકવાન,

ને કોઈ ને મળે રોટી,


કોઈ ધનથી આનંદ લેતા,

કોઈ તન મજબૂરીમાં દેતા,


કેવા કેવા ભેદ જગતમાં,

કેવા કેવા ભેદ,


મોંઘા વસ્ત્ર ટૂંકા પહેરતા,

ફેશનનું કેવા અનુસરતા !


કોઈ ને ના મળે એક વસ્ત્ર,

અંગ ઢાંકવા પહેરે ફાટેલ વસ્ત્ર,


મજબૂરી કરાવે કેવા ખેલ,

રોટી વસ્ત્ર માટે નીકળે તેલ,


કેવા કેવા ભેદ જગતમાં,

કેવા કેવા ભેદ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy