અણધાર્યા આંસુ
અણધાર્યા આંસુ
સુખમાંય આવે દુઃખમાય આવે,
વિના આમંત્રણે આવે અણધાર્યા આંસુ,
કયારેક મહેફિલ તો કયારેક એકાંતમાં આવે
વિના પ્રયત્ને આવે અણધાર્યા આંસુ,
કયારેક પોતાના તો કયારેક પારકા માટેય આવે
વિના સ્વાર્થ આવે અણધાર્યા આંસુ,
કયારેક રોકવા તો કયારેક વધુ રડવા ચાહે મન
પણ કોઈનું ન માને અણધાર્યા આંસુ,
જયારે ઈચ્છે ત્યારે આવે છે
પણ અંતરની આગને ઠારે છે અણધાર્યા આંસુ.
