અજવાળું
અજવાળું

1 min

225
અંધારાની છે આદત મને
અજવાળાથી ડરુ છું,
હું બહુ બોલવાવાળી આજે
મૌન રહેવા ચાહું છું,
મહેફીલ માં રહેનારી હું આજે
એકલી રહેવા ચાહું છું,
લોકોને ખુશ કરીને રાજી રહેવાવાળી હું આજે
પોતે રડવા ચાહું છું,
અંધારામાં ખૂબ જ ડરતી હું આજે
અંધારામાં જ રડું છું,
અજવાળામાં રહેતી હું આજે
અજવાળાથી ડરુ છું.