STORYMIRROR

nidhi nihan

Tragedy Inspirational Others

4  

nidhi nihan

Tragedy Inspirational Others

નવી સફર

નવી સફર

1 min
259

નવી સફરના નવા ઢાળાવો પર ચઢવા માંડી છું

ખંખેરીને જુની રજ સાફસફાઈ કરવા લાગી છું,


પર્વતો, ઝાંડી, ઝાખરા, નદીઓ, કંટકો ભાળ્યુ બધું

શાણપ શોધી જાતમાં વાટ નવી પકડવા જાગી છું,


ઠોકરો ખાધી ઘણી ઊભાં થવાની હિંમતેય આણી

પડતી આખડતી નવા સૂર્યનાએ ઉજાસને પામી છું,


કુંપળોની નરમાશ, પુષ્પોની પમરાટ ચૌમેર ફેલાવી

ખિલતા ઉપવની આભા હૈયૈ માણવા અલગારી છું,


સોનેરી સવારનો તડકો આતમ લગી ભર્યો ભરપૂર

પછી જ જીવનમાં સાંજની સાચી કિંમત આંકી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy