STORYMIRROR

VARSHA PRAJAPATI

Tragedy Others

4  

VARSHA PRAJAPATI

Tragedy Others

કાળ કોરોના

કાળ કોરોના

1 min
184

બધે છે શ્વાસની વાતો,નવું કંઈ તો કહો પ્યારે,

નરી છે કાળની રાતો,નવું કંઈ તો કહો પ્યારે.


તમે ચાલ્યા અહીંથી ને રડે છે ખોરડું ખાલી,

હવે અણસાર વર્તાતો, નવું કંઈ તો કહો પ્યારે.


બન્યો છે કાળ કોરોના, ગયો ભરખી આ કોરોના,

રુદનનો સૂર સંભળાતો, નવું કંઈ તો કહો પ્યારે.


કરી આ આભને માથે, ઉડું હું આમ મસ્તીમાં,

નથી આ ભાર વેઠાતો, નવું કંઈ તો કહો પ્યારે.


ઘસીને જાતને 'હેલી',ભલે વરસો તમે અનહદ,

છતાં આ બાગ કરમાતો, નવું કંઈ તો કહો પ્યારે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy