Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

ખામીની શોધ

ખામીની શોધ

1 min
259


શોધી ના શક્યા પ્રેમને, તો તમે ખામી શોધી ગયાં,

કામ ના લાગી એ કશું, સાવ નક્કામી શોધી ગયાં,


સાગર જેવું હૃદય છે, ને ડૂબવાની હિંમત ના કરી,

કે લહેરો ના શોધી શક્યા, તો સુનામી શોધી ગયાં,


જીવન તણાં બાગમાં પુષ્પ જેવાં તમે જ તો હતાં,

કાંટાય હતાં, ને ઉપરથી વાત અનામી શોધી ગયાં,


રાતની આ ખામોશી હવે તો ઊંઘવા દેતી નથી મને,

જીવવું હતું તમારી સંગે, ને તમે નનામી શોધી ગયાં,


એક ક્ષણમાં બદલાઈ ગયો આપણો આ સંબંધ,

મેં આપી નહીં, ને તમે છેલ્લી સલામી શોધી ગયાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy