Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Tragedy Inspirational

4  

PRAVIN PATEL

Tragedy Inspirational

દેશની સ્થિતિ

દેશની સ્થિતિ

1 min
239


દેશની સ્થિતિ એમ ને એમ,

જનતાની મતિ એમ ને એમ !


દેશ ગતિ, પ્રગતિ એમને એમ,

દેશ અધોગતિ એમ ને એમ !


પ્રધાનોની પ્રગતિ છે ઝળહળ,

જનતાની દુર્ગતિ એમ ને એમ !


કરે અતિશયોક્તિ એમ ને એમ,

મૂર્ખ બનાવતી યુક્તિ એમ ને એમ !


રામરાજ્યની વાતો એમ ને એમ,

એકની એક ઉક્તિ એમ ને એમ !


ભાષણ ને ભક્ષણવૃત્તિ એમ ને એમ,

જડી દે એકાદી તકતી એમ ને એમ !


આજેય આસુરી શક્તિ એમ ને એમ,

જનતા ધર્મનામે ઝગડતી એમ ને એમ !


કયાં બદલાવ કવિહૈયું ઉકળી કરે પોકાર,

તોય કાન્તાસુત લખે પંક્તિ એમ ને એમ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy