ચચરાટ
ચચરાટ
જાણવાની જિજ્ઞાસા હજુ પણ થાય છે,
ચૂડી, ચાંદલાથી જ કેમ ઓળખ થાય છે ?
કોણે અને કેમ બનાવ્યા હશે આવા રિવાજ,
મારા નામથી જ ઓળખાવું એવું થાય છે.!
બંધનમાં રહેવું એમ પણ મને ફાવતું નથી,
ઘરેણાંથી દમ ઘૂંટાય કયારેક એવું થાય છે.!
ધીમે પગલે ચાલવાનું અને ધીમું બોલવાનું,
આવું કોણે નક્કી કર્યું એવું મને થાય છે.!
સિંદૂર અને મંગળસૂત્રને તો રૂઢિ બનાવ્યું,
માથે ઓઢી સાડી કેમ સંભાળું એવું થાય છે.!
ચચરાટ તો બહુ થાય છે આવું વિચારીને,
કોણે અને કેમ ? જિજ્ઞાસા હજુ પણ થાય છે.!
