સતત સળગી રહ્યા છો
સતત સળગી રહ્યા છો


વાતો ને શુંં કામ વળગી રહ્યા છો
અને પછી સતત સળગી રહ્યા છો,
ખબર છે બધાને તમારી હયાતીની
શું કામ નાહકના ચળકી રહ્યા છો,
છોડો ને એ બધુ જે વીતી ગયું છે
હારી ને પણ કોઈ તો દિલ જીતી ગયું છે,
અને ક્યાંથી ઊગશે સંબંધોના છોડ
તમે અંગારાની જેમ વરસી રહ્યા છો,
ભરી લે જો ખોબો જો ભરી શકાય તો
તમેં તમારીજ નજરમાંથી સરકી રહ્યા છો
ભરોસો નથી લાગતો તમને જાત પર
એટલે થોડી થોડી વારે પરખી રહ્યાં છો,
કોળિયા મોઢામાંના તપાસી જોજો
નક્કી તમે ખુદ ને જ ભરખી રહ્યા છો.