કારણ કે હું દરિયો છું
કારણ કે હું દરિયો છું

1 min

262
દરિયાની ઓળખ એને ક્યાંથી હોય
જેણે માત્ર ખાબોચિયા જોયા છે
ઉભરાવુ મને ફાવશે નહીં
અને લાગણીઓ ક્યારેય સુકાશે નહીં
કારણકે હું દરિયો છું ખાબોચિયું નહીં !
છીછરું ઝરણું બની ને
તું મને નહી પામી શકે..
આવવું પડશે નદીની જેમ વહી ..
કારણ કે હું દરિયો છું ખાબોચિયું નહીં !
ખારાશ સમાવીને બેઠો છું
એટલે જ તો સમંદર છું
મર્યાદા છોડી નથી મારી
એટલે જ તો કિનારા ની અંદર છું
મને તું છલકવાનું ના કહીશ
કારણ કે હું દરિયો છું ખાબોચિયું નહિ !