આંધળી માને ગીગાનો કાગળ
આંધળી માને ગીગાનો કાગળ
સ્વ. ઇંદુલાલ ગાંધી ની રચના “આંધળી માનો કાગળ” હદયને સ્પર્શી જાય તેવી રચના છે આવી રચના લખવાની સમર્થતા કેળવવી ખુબ જ મુશ્કેલ છે. સાંભળતી વખતે આંખમાંથી આંસુ લાવી દે તેવી આ રચના મે વારંવાર સાંભળી છે. તેમ છતા જાણે સાંભળવાની તરસ છીપાતી નથી પછી એક વિચાર મનમા આવ્યો કે આંધળી માના ગીગાને જો આ મહામારીના સમય મા ગામડે આવવાનુ થયુ હોત તો તેનો કાગળ કેવો હોત અને હવે આ ગીગા માટે કેવી પરિસ્થિતિ સર્જાઇ હોત. ! બસ આ વિચારને કાવ્ય રુપી તેજ પ્રાશમાં સાંકળી ને સરળ ભાષામા રજુ કરવાનો પ્રયત્ન કરુ છુ
હે...માફ કરી દે માવડી મારી
છોડી તને નિરાધાર
પ્રેમમાં બનીને પાગલ મે તો
વસાવ્યુ છે ઘર -બાર
ગીગો તારો મુંબઇ ગામે ગીગુભાઇ નાગજી નામે...
ભેગા થયા છે કાગળ તારા
પેટી ભરી ને આજ ,
તરછોડી મે આંધળી માને
આંધળા પ્રેમને કાજ
મારે પચ્છતાવે વારો , નપાવટ દિકરો તારો........ગીગો તારો....
હે..હે..ભાણાનો ભાણો રોજ મળી ને
કહે તારા સમાચાર.,
અમૃત ભરેલી આંખડી ગીગા
રડે આંસુડા ની ધાર
ગીગા જટ ગામડે જાજે માને તારી જોવા કાજે ...
ખુબ કર્યા છે ખરચા માડી
રાખ્યુ નથી કોઇ ભાન
ફુટી કોડી તને મોકલી નહી
રાખ્યુ નહી તારુ ધ્યાન ..
સમાચાર સાંભળી તારા રડ્યો નથી એકેય દાહ્ડા ..ગીગો તારો
હે..હે..કોરોનાનો બહુ કોપ થયો માંડી
થયા શહેર શુમશામ,
મીઠી મધુરી માવડી સાંભરે
સાંભરે છે નિજ ગામ
મારે છાશ&n
bsp;રોટલા ખાવા,
લેવા ચટણીના લ્હાવા.
સાંભળ મારી માવડી
અહી મહામરી નો ત્રાસ
ભેગા કરેલા દોકડા ખુટ્યા
ખુટી જીવન ની આશ
ગીગો તારો ગામડે આવે તારા,
વિના મને નહી રે ફાવે ..ગીગો તારો..
હે... ગામને પાદર ઉતર્યો ગીગો
લઇ પત્નીને બાળ,
હાંફળો ફાંફળો પુછ્યા કરે તે
આંધળી માં ની ભાળ
બતાવો ને ખોરડુ મારુ લાગે મને બહુ અંધારુ.
ગામનુ છોકરુ કોઇ ના ઓળખે
ગીગો પાડે ઓળખાણ..,(૨)
આંધળી માનો ગીગલો હુ છુ
મારી માં ને કરો કોઇ જાણ
આવ્યો છે ગામડે હવે ,
ગયો હતો પાછલા ભવે....ગીગો તારો
હે. વરસોના કઇ વાણા વાયા
નહી જડે કોઇ નામ,
છોડી ગયો જે પાદરુ નાનુ
થઇ ગયુ મોટુ ગામ
નિસાસા કેટલા નાખે ગીગાને કોઇ ના રાખે......
ગોતે છે ખેતર- ખોરડુ
ગોતે પુનમચંદનો માઢ..(૨)
ખોરડુ મળ્યુ ના ખેતર મળ્યુ
ના મળી આંધળી માત
ગીગા બહુ મોડુ કીધુ ,
તારી માં એ એટલુ કીધુ.
ગીગો તારો મુંબઇ ગામે ગીગુભાઇ નાગજી નામે.