શુન્ય થઇ સહસ્ત્ર બન
શુન્ય થઇ સહસ્ત્ર બન
શુન્ય થઇ સહસ્ત્ર બન,
કણ થઇ મણ બન,
થઇશ પ્રજ્જવલિત સુર્ય સમાન,
પ્રથમ કોઇ ઝુંપડીનો દીવો તો બન.
મૃદુ થઇ મહંત બન,
સોમ્ય થઇ સંત બન,
પામીશ તુ પણ સિધ્ધીઓ અપાર,
પ્રથમ ધ્યાન ધરીને બુધ્ધ તો બન.
વામન થઇ વિરાટ બન,
સેવક થઇ સમ્રાટ બન,
જીતી જઇશ તુ પણ આ દુનિયાને,
પ્રથમ દિલથી સિકંદર તો બન,
મન થઇ મસ્ત બન,
દીપ થઇ દોસ્ત બન,
જોઇ શકીશ તુ પણ સ્વયં ઇશ્વરને,
પ્રથમ કોઇ અંધ ની આંખ તો બન.
સિધ્ધ થઇ સિતારો બન,
પુષ્પ થઇ ગરમાળો બન
આંબી જઇશ તુ પણ આકાશને,
પ્રથમ ધરતી પર કોઇ નો સહારો તો બન.