કોરોના સ્પેશિયલ “માસ્ક"
કોરોના સ્પેશિયલ “માસ્ક"


અરે ઓ “દ્વારિકાવાળા”
હટાવો ને આ માસ્કના ‘તાળા’
તારે તો ખાલી 'તથાસ્તુ’ કહેવું
પણ અમારે કેટલુ ઘરમાં રહેવું..!
મન થાય છે કે વાંસળી વગાડું
રીંગ મારી કોઇ રાધાને જગાડું
પણ રુક્ષમણી મોબાઇલ હેક કરે છે
અને કોલડીટેલ્સ બધી ચેક કરે છે
વાતો ભરાઇ છે દિલમાં અપાર
પણ નિકળતી નથી “માસ્ક” ની બહાર
બંધ કરી બેઠો તુ પણ દ્રાર
દર્શન કોના કરુ સાંજ સવાર
અને હવે તો બસ કર હે ભગવાન..!
પોતાનાજ ચહેરા ભૂલી જશે ઇન્સાન.